તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાજ્યભરમાં પોલીસ ભરતીમાં પરીક્ષાના નિયમો બદલવા માંગ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવરકુંડલાના યુવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

રાજ્યમાં પીએસઆઈ અને એએસઆઈની પોલીસ ભરતીમાં નિયમો બદલવા માટે સાવરકુંડલાના યુવાઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. સાવરકુંડલામાં યુવાનોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરતીમાં દોડમાંથી 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને પ્રાથમિક લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવા, પ્રતીક્ષાયાદી બહાર પાડવા, કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રોને ભરતીમાં તક આપવા અને નોટિફિકેશનમાં કેટેગરી પ્રમાણેની સીટો ફાળવણીમાં વસંગતતાઓ દૂર કરવા પોલીસ ભરતી બોર્ડ પાસે માંગણી કરી હતી.

વધુમાં યુવાનોએ જણાવ્યું હતું કે ભરતીમાં ફિઝિકલ પરીક્ષામાં કઠોર માપદંડને સરળ બનાવવા, જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણવાર ભાગલા પાડવાનો શુ મતલબ છે તેની ભરતી બોર્ડ સ્પષ્ટતા કરે, અચાનક નિયમોમાં બદલાવ કરવાનું કારણ બહાર પાડવા અને ભરઉનાળે ફિઝિકલ પરીક્ષા લેવાનું કારણ બહાર પાડવું જરૂરી બન્યું છે. તસ્વીર- સૌરભ દોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો