રજૂઆત:ઉમેદવારને બાકીનો અભ્યાસ પૂર્ણ કરવાની છૂટ આપવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફ નર્સ ભરતીમાં પસંદગી પામેલા
  • રાજુલાના સામાજીક અગ્રણીની આરોગ્ય વિભાગને રજૂઆત

થોડા સમય પહેલા આરોગ્ય વિભાગે સ્ટાફ નર્સની ભરતી કરી હતી. જેમાં 40 નર્સનો અભ્યાસક્રમ માત્ર ત્રણ માસ જેટલો બાકી છે. અહી તેમને નોકરી દરમિયાન બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવાની છુટછાટ આપવા માટે રાજુલાના સામાજીક અગ્રણીએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી હતી.

રાજુલાના હિતેષભાઈ વાળાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 3000 સ્ટાફ નર્સની ભરતી કરી છે. જેમાં પોસ્ટ બેઝીક ડોપ્લોમાં ઈન નર્સ પ્રેકટીશનર મિડ વાઈફના કોર્ષમાં અભ્યાસ કરતા 40 જેટલા ઉમેદવારોની પસંદગી થઈ છે. આ ઉમેદવારો છેલ્લા ત્રણ વર્ષથી પોતાનો અભ્યાસક્રમ કરી રહ્યા છે. પણ હવે તેમને નર્સ ભરતીમાં પસંદગી થતા તેમને અભ્યાસ છોડવો પડે તેવી સ્થિતિ સર્જાણી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ થવામાં ત્રણ માસ બાકી રહ્યા છે. આવા સમયે ઉમેદવારના હીત માટે બાકી રહેલ અભ્યાસક્રમ પૂર્ણ કરવાની છુટછાટ આપવા માટે સામાજીક અગ્રણીએ આરોગ્ય વિભાગને રજૂઆત કરી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...