તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સાવરકુંડલા તાલુકામાં તાઉ-તે વાવાઝોડા બાદ થયેલી નુકસાનીનો રિસર્વે કરવા ખેડૂત સમાજની માગ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક લોકોએ ફોમ ભર્યા છતા સહાય ન મળી હોવાની રજૂઆત કરવામા આવી

તાઉતે વાવાજોડા ને દોઢ માસ થી વધુ સમય અમરેલી જિલ્લામાં થયો છે પરંતુ તેમ છતા ફરિયાદો દિનપ્રતિદિન દરોજ સામે આવી રહી છે અનેક તાલુકામા આવેદનપત્ર અને રજૂઆતો લોકો કરી રહ્યા છે વહીવટી તંત્ર ના સંકલન ના અભાવે પણ ક્યાંક આ પ્રકારની સ્થિતિ નું નિર્માણ થતુ હોય છે ક્યાંક વીજળી ને લઈ પ્રશ્નો સતત ઉઠી રહ્યા છે તો ક્યાંક સર્વે ને લઈ ખેડૂતોમાં કસવાટ સાથે નારાજગી ઉભી થાય છે.

4 દિવસ પહેલા જાફરાબાદ તાલુકા ના ખાલસા કથારીયા ગામના 80 જેટલા ફોર્મ રદ થતા લોકો રોષે ભરાયા હતા અને પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ફરીવાર સર્વે કરાવી સહાય ચૂકવવા ની માંગણી કરી હતી આ પ્રકારની ફરિયાદ અનેક ગામડામાં હજુ ઉઠી રહી છે.

આજે સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર મામલતદાર ને આપી રજુઆત કરાય છે અનેક કાચા મકાનો સહિત તાઉતે વાવાજોડાને કારણે પડી ગયા હતા તો કેટલાક માં ભારે નુકસાન ગયું છે તેના ફોમ સહાય ને ભરી દીધા કેટલાક ને સહાય મળી નથી તો કેટલાક વિસ્તાર માં સર્વે બાકી રહ્યો હોવાને કારણે ફરી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમા સર્વે કરવા માંગણી ઉઠી છે.

સાવરકુંડલા તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ મહેશ છોડવડીયા ની આગેવાની માં સોશ્યલ ડિસ્ટન્સ સાથે આવેદનપત્ર આપી રી સર્વે કરવા માંગણી કરી છે આવતા દિવસો માં તંત્ર દ્વારા સર્વે નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી દેવાય છે.

હજુ અનેક વિસ્તાર ખેતીવાડી અને જ્યોતિગ્રામ વીજળી પણ પોહચી નથી...!જાફરાબાદ તાલુકાના સરોવડા અને ભટવદર વચ્ચે રહેતા વાડી વિસ્તારના લોકો ને હજુ વીજળી મળી નથી પીજીવીસીએલ ને સ્થાનીક આગેવાનો દ્વારા રજુઆત કરાય છે પરંતુ કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી જ્યારે મોટાભાગે જિલ્લા ખેતીવાડી વીજળી પણ પોહચી નથી તેને લઈ ખેડૂતો માં વધુ પડતો રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...