રજુઆત:લાઠી તાલુકાના ઠાંસામાં કાયમી તલાટી મંત્રી મૂકવા લોકોની માંગ

અમરેલી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાતું હોઇ ગ્રામજનો પરેશાન

લાઠી તાલુકાના ઠાંસામા પાછલા ઘણા સમયથી ઇન્ચાર્જ તલાટી મંત્રીથી ગાડુ ગબડાવવામા આવી રહ્યું હોય ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અા પ્રશ્ને ગ્રામજનોએ ધારાસભ્યને રૂબરૂ રજુઆત કરવામા આવી હતી.

ઠાંસાના ગ્રામજનોએ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરને કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે અહી પાછલા ઘણા સમયથી કાયમી તલાટી નથી. જેના કારણે ગ્રામજનોને હાલાકી પડી રહી છે. લોકોના અગત્યના કામો ટલ્લે ચડી રહ્યાં છે. લોકોને આવકના દાખલા સહિત જરૂરી કામો કરાવવામા પરેશાની ભોગવવી પડી રહી છે.

ત્યારે આ પ્રશ્ને ગ્રામજનો અને આગેવાનોએ ધારાસભ્યને રૂબરૂ મળી તાકિદે ઠાંસામા કાયમી તલાટી મંત્રીની નિમણુંક કરવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી. હાલમા અેક તલાટી મંત્રીને અનેક ગામડાઓનો ચાર્જ સાેંપ્યાે હોય જેના કારણે લાેકાેના કામો ટલ્લે ચડી રહ્યાં છે. ત્યારે અા પ્રશ્ને તાકિદે યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...