રહિશોને હાડમારી:દામનગરમાં પેવર બ્લોક માર્ગમાં પડેલા ખાડાઓ પૂરવા લોકોની માંગ

દામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેસ પાઇપ લાઇન નખાયા બાદ તંત્ર ખાડાઓ પૂરવાની દરકાર લેતું નથી

દામનગરમા પેવર બ્લોક માર્ગ પર ઠેકઠેકાણે ખાડાઓ પડી ગયા છે. અહી ગેસ લાઇન પાથરવાની કામગીરી બાદ કોઇ જ પ્રકારનુ સમારકામ કરાયુ ન હોય આ સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે રહિશોને હાડમારી વેઠવી પડી રહી છે. શહેરમા થોડા દિવસો પહેલા ગેસ લાઇન પાથરવાની કામગીરી કરાઇ હતી.

જો કે માર્ગ ખોદી નાખ્યા બાદ બરાબર બુરાણ કરવામા ન આવતા હાલ ચોમાસામા ઠેકઠેકાણે ફરી ખાડાઓ પડી ગયા છે. પરંતુ આ ખાડાઓ બુરવાની તસદી તંત્ર દ્વારા લેવામા આવતી ન હોય લોકો મુશ્કેલીમા મુકાયા છે. અહી સામાન્ય વરસાદ પડતાની સાથે જ આ સ્થિતિ જોવા મળી રહી છે. અગાઉ ખાડાઓમા માટીનુ બુરાણ કરાયુ હતુ પરંતુ ફરી ખાડાઓ પડી ગયા છે.

અહીના સરદાર ચોકથી જુની શાકમાર્કેટ, માણેકચોક, ખોડિયાર ચોક, લુહાર શેરી, સ્ટેટ બેંક સહિત વિસ્તારોમા ઠેકઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યાં છે. અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને પણ અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે ખાડા બુરવાની કામગીરી હાથ ધરવામા આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...