રજૂઆત:બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પાણી સમસ્યાનો પ્રશ્ન હલ કરવા ધારાસભ્ય વિરજી ઠુમ્મરની માગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાઈપલાઈનના અભાવે અને અનિયમિત પાણીના કારણે લોકો પાણીથી વંચિત રહેતા હોવાની રજૂઆત

અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં પાણીની રામાયણ છે. કેટલાક વિસ્તારમા સમયસર પાણી મળતું ન હોવાને કારણે લોકો કાળઝાળ ગરમીમાં 43 ડીગ્રી વચ્ચે અકળાય જાય છે અને પીવાના પાણીની સમસ્યાઓ ઉભી થાય છે. ત્યારે અમરેલી જિલ્લામાં આવેલ બાબરા લાઠીના ઘારાસભ્ય વિરજી ઠુમ્મર દ્રારા જીલ્લા કલેકટરને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે, બાબરા તેમજ લાઠી તાલુકાના મોટાભાગના ગામડાઓમાં મહીપરીએજ યોજનાનું પીવાનું પાણી મળતું નથી. તેના કારણે ગામના લોકોને ખરા ઉનાળે પીવાના પાણી મેળવવા માટે ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

ધારાસભ્ય વિરજી ઠુમરે જીલ્લા કલેકટરને બાબરા અને લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણી પ્રશ્ને વિગતો સાથે જણાવી છે કે, લાઠી તાલુકાના અકાળા ગામ, નાનારાજકોટ, દુઘાળા બાઇ, મુળીયાપાટ, રામપર, મતીરાળા જેવા ગામોમાં મહીપરીએજ કે નર્મદા નું પીવાનું પાણી મળતું નથી. અહીં મહીપરીએજ યોજનાની પાઇપ લાઇન ના જોડાણના અભાવે ગામના સ્થાનીક લોકો પીવાના પાણીથી વંચિત રહે છે. ત્યારે ઉપરોકત ગામડાઓમાં 10 એચ.પી. મોટર ,40 મી. દંડો વિગેરે મશીનરી પાઇપ લાઇન ફીટ કરી પીવાના પાણીની સુવિઘા ત્વરીત ઉભી કરવા માંગ કરી મુળીયાપાટ ગામે પાણીના સ્ટોરેજ માટે ભૂગર્ભ સંમ્પ લનું કામ ત્વરીત મંજુર કરવું, તેમજ લાઠી તાલુકાના મતીરાળા ગામ 6000ની વસ્તી ઘરાવે છે, અહીં નર્મદાની પાણીની પાઇપ લાઇન ઇશ્વરીયા – વરસડા થી મતીરાળા સુઘી આશરે 10કી.મી.ની છે, જે ખુબ જ જર્જરીત છે અને અવાર નવાર ભંગાણ સર્જાય છે, જેથી ગામને મળતુ પાણી બંઘ થાય છે. લાઠી તાલુકાના રામપર ગામે અનુ.જાતિ સ્મશાનમાં પણ રીંગદાર સબમર્શીબલ મોટર,ઓવરહેડટાંકો ફાળવવામાં આવે તેવી માંગણી કરેલ છે.

આવી જ સ્થિતિ બાબરા તાલુકાના લાલકા, ખંભાળા, નિલવડા, ત્રંબોડા, ઇગોરાળા, ભીલડી દરેડ જેવા ગામોમાં મહીપરીએજ યોજનાની પાઇપ લાઇન ના અભાવે અથવા તો જર્જરિતના કારણે ગામના સ્થાનિક લોકોને પીવાના પાણીથી વંચિત રહેવું પડે છે. તાલુકાના ખંભાળા ગામે મહીપરીએજ યોજનાનું પાઇપ લાઇનનું કામ ઘીમી ગતિએ ચાલુ છે, જે સત્વરે પુરૂ કરવા તેમજ નિલવડા ગામે 20-20 દિવસ સુઘી પાણી મળતું નથી.તાલુકાના પાંચાળ વિસ્તારના કલોરાણા ગામે નર્મદાનું પાણી મહીનાઓ સુઘી આવતુ નથી. અનિયમિત પાણી આવતું હોવાની ફરિયાદ અનેક વાર ગામના સરપંચો દ્રારા કરવામા આવે છે બાબરા તાલુકાના દરેડ ગામે પીવાના પાણીનો ટાંકો જર્જરિત હોવાથી પાણીનો સ્ટોક કરવાનો મુશ્કેલ બનેલ છે, જેથી અહીં 3 લાખ લીટર પાણીનો ટાંકો ફાળવવામાં તેવી પ રજુઆત કરવામા આવી છે.

બાબરા લાઠી વિધાન સભાના ઘારાસભ્ય વિરજી ઠુંમ્મર દ્રારા જીલ્લા કલેકટરને રૂબરૂ મળી પત્ર પાઠવી બાબરા અને લાઠી તાલુકાના છેવાડાના ગામ સુઘી નર્મદાનું પાણી મળે તે માટે તત્કાલ કાર્યવાહી કરવા રજુઆત કરવામા આવી છે આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે આ પાણીનો પ્રશ્નન હલ નહિ થાય તો ગામડાના લોકોમાં રોષ વધશે જેથી તાકીદે ઝડપી નિરાકરણ આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...