રજૂઆત:જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ પર થ્રી ફેઝ વીજ સપ્લાય આપવા ધારાસભ્ય અંબરીશ ડેરની માગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંબરીશ ડેર, ધારાસભ્ય - Divya Bhaskar
અંબરીશ ડેર, ધારાસભ્ય
  • અંબરીશ ડેર દ્વારા ઉર્જામંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા શિયાળ બેટ પર થ્રી ફેજ વીજ પુરવઠો આપવાની ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા માગ કરવામાં આવી છે. આ મામલે અંબરીશ ડેર દ્વારા ઉર્જામંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

પત્રમા જણાવ્યા પ્રમાણે જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામે જે તે સમયે કેબલ દ્વારા થ્રી ફ્રેઝ પાવર સપ્લાયથી વીજ પુરવઠો પોહચાડવા માટે પ્રશાસન દ્વારા મંજૂરી મળેલી હતી. પરંતુ હાલમાં શિયાળબેટ ગામે માત્ર સિંગલ ફેઝ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે. હાલ ચોમાસુ નજીક હોય જો કોઈ વીજ ફોલ્ટ સર્જાય તો સમગ્ર શિયાળ બેટ ગામમાં અંધારપટ છવાઇ જાય અને લોકોને ખુબજ હાલાકી ભોગવવી પડે. આમ પણ તાઉતે વાવાઝોડાને એક વર્ષ વીત્યા બાદ થોડા દિવસોથી જ ત્યાં વીજ પુરવઠો કાર્યરત થયો છે. શિયાળ બેટ ગામ ખૂબજ મોટી વસ્તી ધરાવતું ગામ છે. ત્યારે બીજા વધારાના કેબલ દ્વારા થ્રી ફ્રેઝ પાવર સપ્લાયથી વીજ પુરવઠો પૂરો પાડવા યોગ્ય કાર્યવાહી કરવા માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...