રજુઆત:અમરેલીમાં અશાંતધારો લાગુ કરવા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદની માંગ

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મુખ્ય વિસ્તારમાં વિધર્મીઓના વધતા કબજાને અટકાવવા માંગ ઉઠી

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષે અમદાવાદ અને અન્ય શહેરોની જેમ અમરેલી શહેરમા પણ અશાંતધારો લાગુ કરવા માંગ ઉઠાવી છે. તેમણે આ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે અમરેલી શહેરમા મધ્યમા હિન્દુ લોકોની વસતિવાળા વિસ્તારમા વિધર્મીઓ મકાન મિલકત ખરીદી રહ્યાં છે. અને હિન્દુ સમાજના લોકો તેમની મિલકત વેચી બહારના વિસ્તારમા જઇ રહ્યાં છે.

જો આવી જ પરિસ્થિતિ ચાલશે તો મોટાભાગના હિન્દુ સમાજને પોતાનો વિસ્તાર છોડી બહારના વિસ્તારમા જવુ પડશે. જે રીતે અમદાવાદ અને રાજયના બીજા શહેરોમા અશાંતધારો લાગુ કરાયો છે તેવી જ રીતે અમરેલી શહેરમા પણ અશાંતધારો લાગુ કરવામા આવે.

અન્ય સમાચારો પણ છે...