તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલાના ધાતરવડી ડેમ-1માંથી પાણી છોડવા ખેડૂત આગેવાનની માગ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંચાઈ વિભાગ અને સાંસદને રજૂઆત કરી

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ખેડૂત અગ્રણી રમેશભાઈ વસોયા દ્વારા સિંચાઈ વિભાગ, સાંસદ અને પૂર્વ ધારાસભ્યને રજૂઆત કરી છે. હાલ ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કર્યું છે તે કપાસના બીજ ને પાણીની જરૂર છે. ખેતીવાડીની વીજળી છે નહીં અને ખેડૂતો માની રહ્યા છે કે 1 મહિનો જેટલો સમય લાગી શકે છે.

જો પાણી છોડવામા આવે તો માંડરડી,જાપોદર,ધારેશ્વર,સહિત આસપાસના ગામોને ફાયદો થઈ શકે છે. જેથી સિંચાઈ વિભાગ ખેડૂતોને પાણી આપે તો ખેડૂતોના પાકને ફાયદો થઈ શકે છે. હાલ ખેડૂતો તાઉ-તે વાવાઝોડાના કારણે તબાહી મચાવી જેના કારણે ભારે મુશ્કેલી માં છે ખેતીવાડી ની વીજળી નહિ હોવાને કારણે અતિ મુશ્કેલીમાં મુકાયા છે તાકીદે પાણી મળે તો ખેડૂતો ને ઘણા અંશે ફાયદો થાય તેમ છે.

તાત્કાલિક પાણી મળે તો જ ફાયદો- ખેડૂતખેડૂત અગ્રણી રમેશભાઈ વસોયા એ કહ્યું હતું કે, તાત્કાલિક પાણી મળે તો જ ફાયદો થાય. હાલ તડકો પડી રહ્યો છે ખેતીવાડીમાં વીજળી નથી. વીજ પુરવઠો પૂર્વવત થવામા એક મહિનાનો સમય લાગી શકે તેમ છે ત્યારે કાંતો ખેડૂતને લાઈટ મળે અથવા તો સિંચાઈનું પાણી મળે તો જ ફાયદો થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...