રાત્રી સભા:બાબરાના વાંડળિયામાં રસ્તા, વીજ‌ળીની સુવિધા આપવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રી સભામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોએ વિવિધ પ્રશ્નો રજુ કર્યા

બાબરાના વાંડળીયા ગામે મદદનીશ કલેકટરની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી. જેમાં સ્થાનિક લોકોએ ગામમાં રસ્તા અને વિજળીની યોગ્ય સુવિધા આપવા માટે માંગણી કરી હતી. અહી રસ્તાના અભાવે લોકોને હાલાકી વેઠવી પડે છે. લોકોની સમસ્યાનું તાત્કાલીક નિરાકણ કરવા મદદનીશ કલેકટરે સંબધીત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.જિલ્લામાં ગ્રામ પંચાયતમાં લોકોના સ્થાનિક પ્રશ્નો અંગે રાત્રીસભાનું આયોજન કરાતું હોય છે. જેમાં તાલુકા મથક પરથી જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોની સમસ્યા જાણતા હોય છે.

ત્યારે બાબરા તાલુકાના વાંડળીયા ગામે મદદનીશ કલેકટર ગૌતમ ઉત્સવની ઉપસ્થિતિમાં રાત્રીસભા યોજાઈ હતી. જેમાં તંત્રએ લોકોને આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ વિગેરે બાબત પર માહિતી આપી હતી. જે બાદ સ્થાનિક લોકોએ વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા.અહીની રાત્રીસભામાં નવા રસ્તા બનાવવા, વિજળી જોડાણ આપવા, પીવાના પાણીની સુવિધા આપવા અને આરોગ્ય જેવા જુદી જુદી લોકોએ માંગણી કરી હતી. સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી મદદનીશ કલેકટરે સંબધીત અધિકારીઓને તાત્કાલીક નિરાકરણ લાવવા માટે તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...