તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:શિયાળ બેટના લાેકાે માટે ST બસ સેવા પુન: શરૂ કરવા માંગ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે વાહન વ્યવહાર મંત્રીને રજુઅાત કરી

જાફરાબાદના શિયાળબેટમા રહેતા લાેકાે માટે પીપાવાવ પાેર્ટના ધકા સુધી અેસટી બસ સેવા શરૂ હતી. જાે કે હાલમા બસ સેવા બંધ કરવામા અાવી હાેય અહીના લાેકાેને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અા પ્રશ્ને સરપંચ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને રજુઅાત કરવામા અાવી હતી.

શિયાળબેટના સરપંચ તેમજ રાજુલા પાલિકાના પુર્વ પ્રમુખ ચીરાગભાઇ જાેષી દ્વારા વાહન વ્યવહાર મંત્રીને કરવામા અાવેલી રજુઅાતમા જણાવાયું હતુ કે શિયાળબેટના લાેકાે બાેટ મારફત પીપાવાવ પાેર્ટના ધકા સુધી અાવતા હતા અને ત્યાંથી અેસટી બસમા બેસી રાજુલા સહિત ગામાેમા હટાણુ માટે જતા હતા. જાે કે અા બસ સેવા બંધ કરવામા અાવી છે. જેના કારણે લાેકાેને મુશ્કેલી પડી રહી છે. ચાેમાસામા માછીમારી બંધ હાેવાથી અહીના લાેકાે નાની માેટી મજુરી માટે રાજુલા સહિત શહેરમા જતા હાેય છે.

રજુઅાતમા વધુમા જણાવાયું હતુ કે અહી અેસટી બસ મળતી ન હાેવાથી લાેકાેને નાછુટકે ખાનગી વાહનાેનાે સહારાે લેવાે પડી રહ્યાે છે. ત્યારે તાકિદે પીપાવાવ પાેર્ટના ધકા સુધી અેસટી બસ સુવિધા પુન: શરૂ કરવામા અાવે તેવી માંગણી કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...