તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ટ્રાન્સફાેર્મર અને પાેલ બદલવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ધારાસભ્ય સહિત ગ્રામજનાેએ વીજ કંપનીના અધિકારીઓને રૂબરૂ મળી રજુઆત કરી

રાજુલા તાલુકાના ખારી નવાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારાેમા વિજપાેલ તેમજ વિજ ટ્રાન્સફાેર્મર બદલવા અંગે પુર્વ ધારાસભ્ય સાેલંકી સહિત ગ્રામજનાેઅે અમરેલી વિજ કચેરીના અધિકારીને રૂબરૂ રજુઅાત કરી હતી. પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકી તેમજ ખારી અને નવાગામ સહિતના ગ્રામજનાેઅે પીજીવીસીઅેલના અધિકારીને રૂબરૂ મળી રજુઅાત કરી હતી. જેમા જણાવાયું હતુ કે ખારી નવાગામ સહિતના ગામાેમા વિજપાેલ તેમજ વિજ ટ્રાન્સફાેર્મર બદલવામા અાવે તેવી માંગણી કરી હતી.

વાવાઝાેડા બાદ હજુ પણ ગ્રામ્ય વિસ્તારાેમા અનિયમિત વિજ પુરવઠાે મળતાે હાેય લાેકાેને મુશ્કેલી પડી રહી છે. પીજીવીસીઅેલના અધિકારીઅે અા અંગે પ્રશ્નાે સાંભળી તેના ઝડપી ઉકેલની ખાતરી અાપી હતી. અા તકે પુર્વ પ્રમુખ વલકુભાઇ બાેસ, ભાેળાભાઇ, મધુભાઇ, નાજભાઇ સહિત અાગેવાનાે પણ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...