રજૂઆત:અમરેલીમાં તુટેલા રોડ રીપેરીંગ કરવા માંગ, શહેરીજનો પરેશાન

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના વિરોધપક્ષના નેતાની પ્રાદેશીક કમિશ્નરને રજૂઆત
  • બાકી રહેલા રસ્તાઓ તાત્કાલીક બનાવવા પણ માંગ કરાઇ છે

અમરેલીમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા હતા. પણ હજુ પણ અનેક વિસ્તારમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલીક શહેરમાં બાકી રહેલા રસ્તાઓ નવા બનાવવા માટે પાલિકા વિરોધ પક્ષના નેતાએ ભાવનગર પ્રાદેશીક કમીશ્નરને રજૂઆત કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, અમરેલી પાલિકા વિરોધપક્ષના નેતા સમીરભાઈ કુરેશીએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરની કામગીરીમાં તોડી પડાયેલા રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા છે. અહી બાકી રહેલા રસ્તાઓને નવા બનાવવાનું આયોજન થઈ ગયેલ છે. કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. આ કામગીરીની સમયમર્યાદા પૂર્ણ થવાના આરે છે. છતાં પણ જ્યા રસ્તાઓ બન્યા નથી. તે વિસ્તારમાં નવા રોડની કામગીરી શરૂ કરાય નથી.

જેના કારણે ચોમાસાની સીઝનમાં વરસાદ પડવાથી અહી રસ્તા પર ખાડાઓ પડી ગયા છે. તેમજ કાદવ- કીચડનું સામ્રાજ્ય છે. જેના કારણે લોકો માર્ગ પરથી પસાર પણ થઈ શકતા નથી. ત્યારે અમરેલી શહેરમાં બાકી રહેલા રસ્તાઓ તાત્કાલીક નવા બનાવવા માટે માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...