રજૂઆત:ખડ ખંભાળિયાથી શંભુપરાના માર્ગનું સમારકામ કરવા માંગ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી રજુઆત

અમરેલી તાલુકાના ખડ ખંભાળીયા થી શંભુપરા અને કેરિયાચાડના માર્ગનું તાત્કાલિક સમારકામ કરવા ખડ ખંભાળીયાના સરપંચે માર્ગ અને મકાન વિભાગને પત્ર પાઠવી રજુઆત કરી હતી. તેમજ અહીં રોડની બંને સાઈડ જંગલ વધી જતાં રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમરેલી તાલુકાના ખડ ખંભાળીયા ગામના સરપંચ ભાભલુભાઈ વાળાએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ખડ ખંભાળીયાથી શંભુપરા અને કેરિયાચાડ સુધીનો માર્ગ વરસાદના કારણે અતી બિસ્માર બન્યો છે. જેના કારણે ત્રણ ગામના લોકોને આવવા - જવામાં મુશ્કેલી વેઠવી પડે છે. અહીં મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

તેમજ બંને રોડની સાઈડમાં જંગલ ફૂટી નીકળ્યું છે. જેના પગલે રોડ પરથી પસાર થતા રાહદારીઓને અનેક પ્રકારની સમસ્યા સર્જાય છે. અનેક વખત માર્ગ અને મકાન વિભાગને માર્ગનું સમારકામ કરવા રજુઆત કરવામાં આવી છે. પણ કોઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે તાત્કાલિક ખડ ખંભાળીયાને જોડતા બંને રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...