માંગ:અમરેલીમાં કાશ્મીરા ચોકથી ટાવર સુધીના માર્ગનું સમારકામ કરવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા પ્રાદેશિક કમિશ્નરને રજુઆત

અમરેલીમા પાલિકા દ્વારા કાશ્મીરા ચોકથી ટાવર સુધી સીસી રોડની કામગીરી કરવામા આવી હતી. જો કે માર્ગ બન્યાને છ માસ થયા બાદ તિરાડો અને ખાડાઓ પડવા લાગ્યા છે. ત્યારે માર્ગનુ સમારકામ કરવા પાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા રજુઆત કરવામા આવી છે.

પાલિકાના વિરોધ પક્ષના નેતા સમીરભાઇ કુરેશી દ્વારા પાલિકાના પ્રાદેશિક કમિશ્નરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે અમરેલીમા કાશ્મીરા ચોકથી ટાવર સુધી સીસી રોડ કોન્ટ્રાકટથી બનાવવામા આવ્યો હતો. આ માર્ગ બન્યાને છ માસ જેટલો સમય વિત્યો છે ત્યાં જ ઠેરઠેર ખાડા અને તિરાડો પડવા લાગી છે. માર્ગનુ કામ નબળુ થયુ હોવાથી આ સ્થિતિ જોવા મળી રહી છે.

રજુઆતમા એમપણ જણાવાયું હતુ કે આ માર્ગ હજુ ગેરંટી પીરીયડમા હોય તો અમરેલી પાલિકાના અધિકારીઓને સુચના આપી તાત્કાલિક આ માર્ગનુ સમારકામ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...