રજૂઆત:કુંકાવાવથી નાજાપુરને જોડતા માર્ગની મરામત કરવા માંગણી

વડીયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક આગેવાનની માર્ગ અને મકાન વિભાગને રજૂઆત

કુંકાવાવથી નાજાપુરને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે. તેમજ સાઈડ ધોવાઈ ગઇ છે. અહી રસ્તા પર વૃક્ષોની ડાળીઓ આવી રહી છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. માર્ગની મરાતમ કરી જંગલ કટીંગ કરવા સ્થાનિક આગેવાને માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરી હતી.નાજાપુરના કૌશિકભાઈ પાનસુરીયાએ જણાવ્યું હતું કે કુંકાવાવથી નાજાપુર વચ્ચે 6 કિલોમીટરનો રસ્તો છે. પણ રસ્તા પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. બીજી તરફ રસ્તાની સાઈડનું ધોવાણ થયું છે. સાથે સાથે રસ્તાની બંને સાઈડ પર જંગલ ફુટી નીકળ્યું છે.

દિવસમાં અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. પણ બિસ્માર રસ્તાથી રાહદારી તોબા પોકારી ઉઠે છે. તેમજ મસમોટા ખાડાઓથી અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. કંકાવાવથી નાજાપુર વચ્ચેના રોડનું સમારકામ કરી બંને સાઈડ પરથી જંગલ કટીંગ કરવા તેમણે માંગણી કરી હતી. બીજી તરફ જિલ્લાભરમાં રસ્તાની સ્થિતિ કથળી ગઇ છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ રસ્તા મુદ્દે શાસકપક્ષા સદસ્યોએ જ ધમાસાણ કર્યું હતું. પણ તેમની રજૂઆત પણ અધિકારી ધ્યાને લેતા નથી. તસવીર- જીતેષગીરી ગોસાઈ

અન્ય સમાચારો પણ છે...