તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલા શહેરના મારૂતિધામ તળાવમાંથી કાંપ દૂર કરવા માંગ

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
તળાવ પાસે થયેલ દબાણ દૂર કરવા પણ વહીવટી તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી. - Divya Bhaskar
તળાવ પાસે થયેલ દબાણ દૂર કરવા પણ વહીવટી તંત્ર પાસે માંગ કરવામાં આવી હતી.
  • બાળકોને હરવા ફરવા માટે અહીં બગીચો બનાવવા લોકમત

રાજુલામાં મારૂતિધામ તળાવમાંથી કાપ દૂર કરવા ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી. તેમજ અહીં બાળકો અને લોકોને હરવા ફરવા માટે આધુનિક બગીચો બનાવવો જરૂરી બન્યો છે. તળાવ પાસે થયેલ દબાણ દૂર કરવા પણ વહીવટી તંત્ર પાસે માંગ કરી હતી.

રાજુલા શહેરમાં ફરવા લાયક કે પછી મનોરંજન માટે એક પણ સ્થળ નથી. રાજુલાની સ્થાપના થયા બાદ શહેરમાં મુંબઈ સ્થિત રાજુલાના વણીક દુર્લભબાપા પરિવારે પાંડુરંગ દાદા વિદ્યાપીઠની સ્થાપના કરવામાં સહયોગ કર્યો હતો. જે બાદ શહેરમાં અઘોરી તળાવનું સમારકામ કરાયું હતું.

અને મારૂતિધામ તળાવ નિર્માણ પામ્યું હતું. જેમાં ભર ઉનાળામાં પણ પાણીની અસત સર્જાતી ન હતી. તેમજ વણીક પરિવારે ગામડાઓમાં કુવા પણ બંધાવ્યા હતા. અહીં તળાવના કાંઠે મારૂતિધામ છે. ત્યારથી તળાવનું નામ મારૂતિધામ રખાયું છે.

રાજુલામાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઇ વોરાએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા મારૂતિ ગૃપે તળાવમાંથી માટી કાઢી અને રીનોવેશન કર્યું હતું. જે બાદ નગરપાલિકા તળાવમાંથી આજ દિન સુધી કાપ કાઢ્યો નથી. જેના કારણે તળાવ પાસે આવેલ મંદિર દટાઇ ગયા છે.

નજીક મોટા પાયે દબાણ થયા છે. પણ વહીવટી તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી કરી નથી. ત્યારે તાત્કાલિક મારૂતિધામ તળાવમાંથી માટી કાઢી સમારકામ કરવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સે માંગણી કરી હતી. અને બાળકોના મનોરંજન માટે બગીચાનું નિર્માણ કરવા પાલિકાનું ધ્યાન દોર્યું હતું.

તળાવ સુધારણાની 25 લાખની ગ્રાન્ટ પણ લેપ્સ થઈ હતી
રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઇ જોષીએ જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલા તળાવ સુધારણા માટે સરકારે 25 લાખ ફાળવી હતી. પરંતુ વહીવટ કર્તાઓએ ધ્યાન ન આપતા ગ્રાન્ટ લેપ્સ થઈ હતી.> ચિરાગભાઇ જોષી, રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

વાવાઝોડામાં ધરાશાયી થયેલ વૃક્ષ પણ તળાવ કાંઠેથી હટયા નથી
મારૂતિ મંદિરના મહંત પ્રભુદાસબાપુએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં તળાવ કાંઠે વૃક્ષ પડી ગયા છે. તેને આજ સુધી કોઈએ હટાવ્યા નથી. પડી ગયેલા વૃક્ષને હટાવી વૃક્ષારોપણ કરે ત્યારે જ સુંદર- બાગ બગીચો બનશે.> પ્રભુદાસબાપુ, મારૂતિ મંદિરના મહંત

અન્ય સમાચારો પણ છે...