રજૂઆત:શહેરનાં જશવંતગઢની આંબેડકર કોલોનીમાં ગંદકી દૂર કરવા માંગ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત

અમરેલીના જશવંતગઢમાં આંબેડકર કોલોનીમાં ગંદકીથી લોકો પરેશાન બન્યા છે. ત્યારે વહેલી તકે અહીં ભરાઈ રહેલા ગંદા પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવા સ્થાનિક આગેવાને જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

જશવંતગઢના સુરજભાઈ નથુભાઈ પરમારે જણાવ્યું હતું કે આંબેડકર કોલોની અને અનુસૂચિત જાતીની આંગણવાડી કેન્દ્રની વચ્ચેથી ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. જેના કારણે અહીંના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. તેમજ લોકોના ઘર બહાર ગટરના ગંદા પાણી ફરી વળતા અત્યંત દુર્ગંધ આવે છે. બાળકો અને વૃદ્ધ બીમાર પડી રહ્યા છે.

આ અંગે સફાઈ કરવા અને ગટર બંધ કરવા માટે સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયતને લેખીત રજુઆત કરી છે. પરંતુ આજ દિન સુધી સફાઈ કરાઈ નથી. આંબેડકર કોલોનીમાં લોકો ગંદકીના કારણે મુશ્કેલી વેઠી રહ્યાં છે. તો ગ્રામ પંચાયત સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવી રહી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વહેલી તકે અહીં યોગ્ય સફાઈ કરવામાં આવે તો રોગચાળો ન ફેલાતો અટકે.

અન્ય સમાચારો પણ છે...