તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વેને લઈ સવાલ:રાજુલાના બર્બટાણા ગામમાં તાઉ-તેના કારણે થયેલી નુકસાનીનો રિ-સર્વે કરાવવા માગ, ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગામનો સર્વે ના થાય ત્યાં સુધી ફોર્મ નહીં ભરવાનો ખેડૂતોનો સંકલ્પ

અમરેલી જિલ્લામા તાઉ-તે વાવાઝોડાની તારાજી બાદ રાજય સરકાર દ્વારા મોટા ઉપાડે સહાય પેકેજ અને સર્વેના બણગા ફૂંકી દીધા પરંતુ સ્થિતિ દયનીય છે. સર્વે અધૂરા થતા હોવાની સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરિયાદો ઉઠી રહી છે. સર્વેને લઈ અનેક પ્રકારના ગામડામાં વિવાદો શરૂ થયા છે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં તાઉ-તે વાવાઝોડા બાદ ખેતીવાડીમાં વ્યાપક નુકસાન ગયું છે, જે જમીનમાં નુકસાન થયુ છે તેનો જવાબદાર અધિકારીઓ દ્વારા સાદા કાગળ પર સર્વે કર્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો મૂકી રહ્યા છે.

ગામમાં કુલ 5 થી 10% સર્વે થયો છે 90% સર્વે હજુ બાકી હોય તે તાકીદે ફરી સર્વે કરાવે તેવી લોક માંગ ઉઠી છે. જ્યારે સમસ્ત ગ્રામજનો દ્વારા એક નિર્ણય લેવાયો છે સમગ્ર ગામના ખેડૂતોનું સર્વે નહિ થાય ત્યાં સુધી ફોર્મ પ્રક્રિયા નહિ થાય કોઈ ફોર્મ નહિ ભરે આ પ્રકારનો સમગ્ર ગામના ખેડૂતો દ્વારા સંકલ્પ કરાયો છે જ્યારે સરકાર દ્વારા કેશડોલ રકમ ની ચુકવણી કરી છે તે પણ માત્ર 65% આપવામાં આવી છે 35% સહાય થી ગામ વંચિત છે તેને તાત્કાલિક કેસ ડોલ ચૂકવવા માં આવે તેવી મામલતદાર ને રજુઆત કરી છે ગામના મંગળભાઈ હડિયા,કનુભાઈ કામળિયા દ્વારા રજુઆત સાથે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે

ખેડુતોનો ફરી સર્વે નહિ થાય તો આંદોલન થશે- એડવોકેટબર્બટાણા ગામના ખેડુત અને એડવોકેટ કનુભાઈ કામળીયા એ કહ્યું ખેડૂતો માટે ફરી સર્વે કરી વળતર આપે નહિતર ઉગ્ર આંદોલન કરાશે. મામલતદારને રજૂઆત કરી છે યોગ્ય નિર્ણય નહિ લેવાય તો ગામ આખુ આંદોલનમાં જોડાશે.

અમારા ગામ માં કોઈ સર્વે ના ઠેકાણા નથી- ખેડૂતનાગેશ્રી ગામના ખેડૂત વિજયભાઈ વરૂ એ કહ્યું કે, નાગેશ્રી આસપાસના કેટલાય ગામો છે જ્યાં સર્વે હજી થયો નથી. સરકારે આપેલી કેસડોલ વિતરણ નથી કરાય અનેક લોકો સહાય અને સર્વેથી વંચિત છે. ત્યારે ગામલોકોની માગ છે કે, સરકાર દ્વારા ફરીથી સર્વે કરવામા આવે.

અન્ય સમાચારો પણ છે...