આવેદન:દિવ્યાંગોને દર મહિને 5000નું પેન્શન આપવા માંગણી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા દિવ્યાંગ અધિકાર મંચે કલેકટરને આવેદન

દિવ્યાંગ વ્યક્તિને દર મહિને રૂપિયા 5000નું પેન્શન આપવા સહિતની જુદી જુદી માંગણીઓ મુદ્દે દિવ્યાંગ અધિકાર મંચે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી. તેમજ કોરોના મહામારીમાં જે દિવ્યાંગ વ્યક્તિ મૃત્યું પામ્યા હોય તેના પરિવારને ચાર લાખનું વળતર આપવા પણ માંગણી કરી હતી.

અમરેલી જિલ્લા દિવ્યાંગ અધિકાર મંચના હરેશભાઈ ગંગલે રજૂઆતમાં જણાવ્યું હતું કે 3 ડીસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી દિવ્યાંગ વ્યક્તિને રોજગાર, પેન્શન, ભરતી, સરકારી સહાય જેવા ગંભીર મુદ્દા પર સરકારને રજૂઆત કરવામાં આવી છે. પણ આજ સુધી દિવ્યાંગોની માંગણી સંતોષવામાં આવી નથી. જેના કારણે દિવ્યાંગોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

દિવ્યાંગોને દર મહિને રૂપિયા 5000નું પેન્શન આપવા, જે ઘરમાં દિવ્યાંગો હોય તેને ધારા ધોરણ મુજબ 0 થી 16 બીપીએલ યાદીમાં સમાવેશ કરવા, અન્યથા સરકારી યોજનાઓમાંથી બીપીએલ નાબુદ કરવું, પંચાયતથી પાર્લામેન્ટ સુધી 4 ટકા અનામત ધોરણે પ્રતિનિધીત્વની જોગવાઈ કરવી, 2016નો દિવ્યાંગ ધારાનો ગુજરાતમાં ચુસ્તપણે અમલ કરવો અને કોરોના મહામારીના કારણે જે દિવ્યાંગ મૃત્યું પામ્યા હોય તેના પરિવારને ચાર લાખનું વળતર આપવા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી તેમણે માંગણી કરી હતી.

એસટી બસમાં દિવ્યાંગ રીઝર્વેશન શરૂ કરો : મંચ
દિવ્યાંગ અધિકાર મંચે કલેકટરને રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે એસટી બસમાં દિવ્યાંગ વ્યક્તિ માટે રીઝ‌ર્વેશન બંધ છે. પહેલા શરૂ હતું. પણ એસટી તંત્રએ દિવ્યાંગોનું રીઝર્વેશન બંધ કરી દીધું છે. જેના કારણે નાઈટ બસમાં ફુલ રીઝર્વેશન હોય ત્યારે દિવ્યાંગોને બસમાં ઉભા ઉભા મુસાફરી કરવી પડે છે. ત્યારે એસટી બસમાં બંધ કરવામાં આવેલ દિવ્યાંગ રીઝર્વેશન શરૂ કરવા માટે તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...