તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Demand For Payment Of Assistance To Those Deprived Of Assistance Due To Damage Caused By Tau In Khambha Taluka, Detention Of 10 People Including MLA

ધરણા:ખાંભા તાલુકામાં તાઉ-તેના કારણે થયેલા નુકસાનની સહાયથી વંચિત રહેલા લોકોને સહાય ચૂકવવા માગ, ધારાસભ્ય સહિત 10 લોકોની અટકાયત

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ પ્રદર્શન સમયે કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા

તાઉ-તે વાવાઝોડા બાદ 2 મહિના જેટલો સમય વીત્યો રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી સહાય પણ ચૂકવી તેમ છતાં અમરેલી જિલ્લાના લોકોમા હજુ ક્યાંક ગ્રામીણ વિસ્તારમાં નારાજગીનો સુર જોવા મળી રહ્યો છે. દરરોજ રિસર્વે અને આવેદનપત્રને લઈ રજૂઆતો થઈ રહી છે. સર્વે અને સહાયને લઈ દિવસે દિવસે લોકોમાં રોષ વધી રહ્યો છે. તો કૉંગ્રેસનો આક્ષેપ છે કે, કેટલાક વિ્સતારમાં જાણી જોઈને સહાયથી વંચિત રાખવામા આવ્યા છે.

આજે ખાંભા તાલુકાના કેટલાક ગામડાના લોકોએ ધરણા યોજી રિસર્વેની માગ કરી હતી.સ્થાનિક કોંગ્રેસ અગ્રણી અને ધારાસભ્ય અંબરીશ ડેર પણ જોડાયા હતા.પોલીસે ધારાસભ્ય અંબરીશ ડેર સહિત 10 જેટલા લોકોની અટકાયત કરી હતી. પોલીસની મંજૂરી વગર જ યોજાયેલા ધરણામાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા પણ ઉડતા જોવા મળ્યા હતા.

તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ખાંભા તાલુકા પંચાયત કચેરી ખાતે રીસર્વેની માંગ સાથે આવેદનપત્ર આપી રજુઆત કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ રજૂઆત કરી અને કહ્યું કે, સરકારી કચેરીમાં તાળા મારી દીધા હતા. ધારાસભ્યએ કહ્યું કે, જે લોકોને જરુર છે તેને સહાય આપો. પાકા મકાનની સાથે જે લોકોના કાચા મકાન પડી ગયા છે તેઓને સહાયની તાતી જરુરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...