તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:રાજુલા શહેરની શાળાઓમાં સવારનો સમય રાખવા માંગ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા પૂર્વ પ્રમુખની શિક્ષણમંત્રીને રજૂઆત

રાજુલા શહેરની શાળાઓમાં વધતાં તાપમાનના કારણે સવારનો સમય કરવા માટે નગરપાલિકા પૂર્વ પ્રમુખે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. છેવાડાના વિસ્તારમાં ઉનાળામાં પાણીની તંગીના કારણે વિદ્યાર્થીઓની તકલીફ વધી છે.

રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચિરાગભાઈ જોષી શિક્ષણમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે રાજુલા પંથકમાં દિવસે દિવસે તાપમાનનો પારો વધી રહ્યો છે. અસહ્ય ગરમીના કારણે લોકો અકળાઈ રહ્યા છે. તેવા સમયે રાજુલામાં શાળાઓનો સમય બપોરે 11 થી 5નો રાખવામાં આવ્યો છે. અહીં જેમ જેમ ઉનાળાનો સમય વીતી રહ્યો છે. તેમ પાણીની તંગી પણ સર્જાઇ રહી છે. તેમજ શાળાઓમાં બાળકો પણ ગરમીથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. અસહ્ય તાપના કારણે વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો