સમસ્યા:સાવરકુંડલામાં વરસાદના કારણે થયેલ નુકસાનીનો સર્વે તાત્કાલિક કરવા માંગ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત સમાજની મામલતદારને રજુઆત
  • 15 દિવસમાં માંગણી નહી સ્વિકારાય તો આંદોલનની ચિમકી

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવેતરમાં વરસાદે સર્જેલી તારાજીનો તાત્કાલિક સર્વે કરી સહાય આપવા ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદન સાથે રજુઆત કરવામાં આવી હતી. આગામી 15 દિવસમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હાથ ધરવાની ચિમકી ઉચ્ચારી હતી.

સાવરકુંડલામાં ખેડૂત સમાજના પ્રમુખ મહેશભાઈ છોડવડીયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેરબાની કરતા ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તલ, મગફળી, કપાસ અને બાજરી સહિતના પાક નિષ્ફળ નીવડ્યો છે. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત જુદા જુદા જિલ્લાઓમાં નુકશાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. પણ સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને રવી પાકના વાવેતર માટે રાહ જોવી પડે છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી ખેડૂત સમાજની માંગ છે. આગામી 15 દિવસમાં માંગણી સંતોષવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...