તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:માછીમારોની મંજૂરી 1/8ને બદલે 1/9થી જ આપવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીમાર બોટ એસો.ની કેન્દ્રિયમંત્રીને રજૂઆત

જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે ફીસીંગની શરૂઆત કરવાનો સમય 15 ઓગષ્ટથી થતો હતો. તેમ છતાં ફીસીંગની શરૂઆતમાં વાવાઝોડામાં જાન હાની પણ થતી હતી. વર્ષોથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે માછીમારીનો સમય 15 સપ્ટેમ્બર કરવાની માંગણી હતી. પરંતુ રાજ્ય સરકારે 2020માં ફીસીંગની શરૂઆત 1 ઓગષ્ટથી મંજૂરી આપે છે.

જેના કારણે ગત સીઝનમાં વાવાઝોડા ત્રણથી ચાર આવ્યા છે. અને અવાર - નવાર અતિવૃષ્ટિના કારણે માછીમારોને પરેશાની વેઠવી પડે છે. વાવાઝોડામાં પાંચથી છ જાનહાની પણ થઈ છે. ત્યારે માછીમારોને માછીમારીની શરૂઆત 1 સપ્ટેમ્બરથી અને બંધ કરવાનો સમય 1 જૂન કરવા બોટ એસોસિએશનના પ્રમુખે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...