તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:8 હજાર ખેડૂતોની રૂબરૂ સ્થળ તપાસની માંગ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં વાવાઝોડા બાદ તંત્રએ તારાજીનો તાગ મેળવવા સર્વે હાથ ધર્યો છતાં અનેક ખેડૂતોની સર્વે ન થયાની ફરિયાદ
  • ખેતીવાડી વિભાગને સૌથી વધુ બાગાયત પાકની રજૂઆત મળી : બુધવાર સુધીમાં રિપોર્ટ તૈયાર કરી સરકારને અપાશે

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના કારણે ખેતીવાડીમાં ભારે નુકશાન પહોંચ્યું હતું. તંત્રએ વાવાઝોડામાં સર્જાયેલી તારાજીનો તાગ મેળવવા માટે રિયલ સર્વે હાથ ધર્યો હતો. પણ અનેક ખેડૂતોનો સર્વે થયો ન હોવાની ફરિયાદો ઉઠી હતી. અમરેલી જિલ્લા ખેતીવાડીમાં 8 હજાર ખેડૂતોએ નુકશાની અંગે સ્થળ તપાસ કરવા અરજીઓ કરી હતી. અને સર્વે કરવા માંગણી કરી હતી. જિલ્લામાં વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે બાગાયતપાક અને ખેતીવાડીપાક નષ્ટ થયો હતો. સરકારે નુકશાની માટે જાહેર કરેલ પેકેજ માટે તંત્રએ સર્વે હાથ ધર્યો હતો.

ખેતીવાડીમાં વાવાઝોડામાં ભયાવહ સ્થિતિ હતી કે તંત્રને જિલ્લામાં ખેતીવાડીમાં નુકશાનીનો તાગ મેળવા અન્ય જિલ્લાના કર્મચારીઓની મદદ લીધી હતી. જેમાં જિલ્લાભરમાં વાવાઝોડામાં 33338 હેકટરમાં ખેતીપાક અને બાગાયત પાકમાં નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું હતું. અને 37207 ખાતાધારકોને સહાય મળવા પાત્ર બન્યા હતા. અમરેલીમાં ખેતીવાડીમાં સર્વે બરોબર ન થયો હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જિલ્લામાં 8 હજાર જેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં નુકશાની અંગે સ્થળ તપાસ કરી સર્વે કરવા ખેતીવાડી વિભાગને રજૂઆત કરી હતી. તંત્રએ સરકારની સૂચનાથી 8 હજાર અરજીઓની ચકાસણી કરી સ્થળ નિરીક્ષણની કામગીરી શરૂ કરી છે. સૌથી વધુ બાગાયત પાક ધરાવતા ધારી, બગસરા અને સાવરકુંડલામાંથી અરજીઓ આવી છે.

ખેડૂતોએ ખેતરમાંથી પાક હટાવી દેતા સ્થળ તપાસમાં મુશ્કેલી ?
અમરેલી જિલ્લા ખેતીવાડીના સૂત્રોએ જણાવ્યું હતું કે વાવાઝોડાના 27 દિવસ વીતી ગયા છે. રિયલ સર્વે પણ પૂર્ણ થઇ ગયો હતો. જેના કારણે ખેડૂતોએ ચોમાસુ વાવેતર કરવા માટે નુકશાની થયેલ પાક ખેતરમાંથી હટાવી દીધો છે. જેના કારણે અત્યારે સ્થળ તપાસ દરમિયાન સર્વેમાં મુશ્કેલી ઉભી થય છે.

બુધવાર સુધીમાં સ્થળ તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપાશે
અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે જિલ્લાના મોટાભાગના ગામડામાંથી સ્થળ તપાસની રજૂઆત આવી છે. અત્યારે કામગીરી શરૂ છે. બુધવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. અને અહેવાલ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે.> જીજ્ઞેશભાઇ કાનાણી, અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી.

અન્ય સમાચારો પણ છે...