તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:35 ગામમાં નાણાં પંચના કામોમાં ઈ- પેમેન્ટની ખામી દૂર કરવા માંગ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસના કામો ખોરંભે ચડ્યા: સીએમ સુધી રજૂઆત

રાજુલા તાલુકાની 35 ગ્રામ પંચાયતમાં પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાં ઓનલાઈન ઈ- પેમેન્ટ સીસ્ટમમાં ખામી સર્જાતા વિકાસના કામો ટલ્લે ચડ્યા છે. અહીના ગામોમાં પૈસાના અભાવે અનેક કામગીરી ખોરંભે ચડી છે. ખામી દૂર કરવા માટે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષીનેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા શુકલભાઈ બલદાણીયાએ જણાવ્યું હતું કે રાજુલાના 35 ગ્રામ પંચાયતના ખાતામાં પંદરમાં નાણાપંચ વર્ષ 2021- 22ની ગ્રાન્ટના પૈસા જમા પડ્યા છે.

ગામમાં વિકાસના કામો માટે સરપંચ અને તલાટીમંત્રીને નાણાંના ઉપયોગ માટે સરકાર તરફથી પેનડ્રાઈવ આપવામાં આવી છે. જેના મારફત ઓનલાઈન ઈ- પેમેન્ટ કરવાનું રહે છે. જેમાં ટેકનીકલ ખામીના કારણે પેમેન્ટ થઈ શકતુ નથી. જેના કારણે વિકાસના કામો થતા નથી.ટૂક સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. અને જાહેરનામું પ્રસિધ્ધ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજુલાના ગામડામાં વિકાસના કામો કરવા માટે ઓનલાઈન પેમેન્ટની સીસ્ટમમાં ફેરફાર કરવા શુકલભાઈ બલદાણીયાએ અમરેલીના ડો.ભરતભાઈ કાનાબાર સાથે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...