તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાજુલા પંથકમાં બિલ્વ વૃક્ષના રોપાનું વિતરણ કરવા માંગ

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલસીશ્યામના જંગલમાં પણ માંડ બિલ્વના વૃક્ષ જોવા મળે છે
  • પર્યાવરણપ્રેમી વિપુલભાઈ લહેરીની ઉચ્ચ સત્તાવાળાઓને રજૂઆત

શ્રાવણ માસમાં બિલ્વપત્ર શિવલિંગ પર ચડાવી પૂજન કરવાનો મહિમા છે . જો કે હાલ બિલ્વના વૃક્ષો ખૂબ ઓછા છે.ત્યારે વન વિભાગ દ્વારા બિલ્વ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવે તેવી પર્યાવરણપ્રેમી વિપુલભાઈ લહેરી દ્વારા ઉચ્ચક્ષાએ રજુઆત કરાઇ છે. રાજુલા ના ગ્રામ્ય વિસ્તારો અને સોરઠના ગીર તુલસીશ્યામના જંગલોમાં બિલ્વના વૃક્ષો માંડ માંડ જોવા મળે છે. ડિસેમ્બર, નવેમ્બરમાં આ વૃક્ષ ઉપર ફળ આવે છે. દૂરથી કેરી જેવું જોવા મળે છે, જે બિલ્લાના ફળનું લોકો અથાણું પણ બનાવે છે. ડિસેમ્બરમાં ફળ મોટા દેખાય છે. જાન્યુઆરીમાં આ ફળ પાકી જાય છે.

માત્ર બે જ મહિનામાં પાકી જાય છે. દૂરથી તો બિલ્વ વૃક્ષ આંબાના વૃક્ષ જેવું લાગે છે. વિપુલભાઈ લહેરીએ જણાવ્યું કે રાજુલા વિસ્તારમાં વધુને વધુ બિલ્વના વૃક્ષનું વાવેતર થાય તે માટે સરકાર દ્વારા વન વિતરણ વિભાગ દ્વારા બિલ્વના વૃક્ષોનું વાવેતર કરી અને તેનું આસોપાલવ, લીમડા, વાસ જેવા વૃક્ષોની જેમ શહેરોમાં ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...