રજૂઆત:હરરાજી બાદ ખેડૂતો પાસેથી વસુલાતો ચાર્જ બંધ કરવા માંગ

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા માર્કેટીંગ યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોની વ્યથા
  • ભારતીય કિસાન સંઘ દ્વારા યાર્ડના ચેરમેનને રજૂઆત કરાઇ

રાજુલા માર્કેટીંગયાર્ડમાં જણસ વેચવા આવતા ખેડૂતો પાસેથી હરરાજી બાદ પણ વધારાનો ચાર્જ વસુલવામાં આવે છે. જેને બંધ કરવા માટે ભારતીય કિસાન સંઘે યાર્ડના ચેરમેનને લેખીત રજૂઆત કરી હતી. જણસ કાંટે પહોંચયા બાદ તેમની પાસેથી મજુરી પણ વસુલાય છે.

રાજુલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ વિક્રમભાઈ ધાખડાએ જણાવ્યું હતું કે ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાનો ખેતીપાક જેવા કે અનાજ, કઠોળ અને મગફળી હરરાજી માં વેચવા માટે આવે છે. અહી જણસનું વેચાણ થઈ ગયા બાદ તેમને વેપારીના તોલ કાંટે પહોંચાડવાની જવાબદારી ખેડૂતોની હોય છે. અહી જણસ પહોંચયા બાદ બારદાન પકડવા, બારદાન ભરવાની જવાબદારી માલ ખરીદનાર વેપારીની હોય છે.

પરંતુ રાજુલા માર્કેટ યાર્ડમાં આવી કોઈ જ પ્રકારની વ્યવસ્થા નથી. રાજુલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસેથી બારદાન ભરવા અને પકડવા જેવી મજુરી વસુલવામાં આવે છે. જે નિર્ણય યોગ્ય નથી. અનેક ખેડૂતો પાસેથી મનફાવે તે રીતે રૂપિયાની વસુલી થઈ રહી છે. ત્યારે યાર્ડમાં ખેડૂતો પાસેથી વધારાની વસુલી બંધ કરવા ભારતીય કિસાન સંઘે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...