પરેશાની:જુની માંડરડીથી ધારેશ્વર માર્ગ પર જંગલ કટીંગ કરવા માંગ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગની બંને સાઇડમાં ઝાડી ઝાખરાથી વાહન ચાલકાેને પરેશાની

રાજુલા પંથકમા પડેલા અતિભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારાેના માર્ગની બંને સાઇડમા ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે જેના કારણે વાહન ચાલકેાને અગવડતા પડી રહી છે. જુની માંડરડી સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઇ વસાેયા દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયુ હતુ કે રાજુલાના સાવરકુંડલા રાેડથી જુની માંડરડીથી ધારેશ્વર જતા માર્ગ પર બંને સાઇડમા બાવળ ઉગી નીકળ્યા છે. અહીથી પસાર થતા વાહન ચાલકાેને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. અગાઉ પણ અા બાબતે લેખિત અને માૈખિક રજુઅાત કરાઇ હતી.

પરંતુ હજુ સુધી અા પ્રશ્નનાે કાેઇ ઉકેલ અાવ્યાે નથી. તેમણે વધુમા જણાવ્યું હતુ કે અહીથી વાહનાે લઇને ખેડૂતાે પાેતાની જણસ કપાસ, મગફળી વિગેરે વેચવા માટે રાજુલા યાર્ડમા જતા હાેય છે જેને પણ મુશ્કેલી પડી રહી છે. રાજુલાથી જુની માંડરડી નાેન પ્લાન રાેડ સરકાર દ્વારા મંજુર કરવામા અાવેલ તેની સ્થળ તપાસ કરી દરખાસ્ત તૈયાર કરી પ્લાન અેસ્ટીમેન્ટ બનાવી તાકિદે અા રાેડનુ કામ કરવા પણ માંગણી કરવામા અાવી છે.

અન્ય સમાચારો પણ છે...