કિસાન સંઘની માગ:અમરેલીના બાબરા તાલુકામાં અતિવૃષ્ટિ જાહેર કરવા માગ, જો ના કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના કપાસ,મગફળી,તલ,ડુંગળી સહિત વિવિધ પાકોને નુકસાન છે

તાજેતરમા હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી અને ત્યારબાદ પડેલા વરસાદના કારણે અનેક ખેડૂતોને નુકસાન ગયું છે. આજે બાબરા તાલુકાના કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. વિવિધ ખેડૂતોના મુદા પર લેખિત રજૂઆત સાથે રજૂઆતો કરી છે અતિવૃષ્ટિના કારણે બાબરા વિસ્તારમાં અતિભારે નુકસાન હોવાને કારણે સર્વે કરાવી વળતર ચૂકવવા માંગ કરાઈ રહી છે.

એસડીઆરએફ અને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના હેઠળ સર્વે કરાવવા માંગણી કરાઈ રહી છે. શરૂઆતના 42 દિવસ સુધી વરસાદ ન પડતા અને ત્યારબાદ ખેડૂતોના કહેવા પ્રમાણે ડુંગળી,તલ, વિવિધ પાકોને વ્યાપક નુકસાન ગયું છે. અમુક ગામોમાં 10 ઇંચ કરતા ઓછો વરસાદ હોવાથી ત્યાં પાકને નુકસાનીનું વળતર આપવા જોઈએ વીસીઈ મોટો આક્ષેપ ખેડૂતોને ઓનલાઈન કામગીરી વખતે વીસી હડતાળ પર ઉતરે છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે કેટલાય ખેડૂતોને હજુ તાઉતે વાવાઝોડા વખતનું વળતર મળ્યું નથી બાકી છે તે ઝડપથી આપવું જોઈએ.

બાબરા તાલુકા કિસાન સંઘ પ્રમુખ લાલજીભાઈ વસ્ત્રાપરાએ કહ્યું, કપાસ,મગફળી,સોયાબીન,તલ બધા પાકો ફેલ થયા છે. સરકાર સર્વે કરાવે નહિ કરાવે તો કિસાન સંઘ મામલતદાર કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...