રાજુલામાં મહુવા નાકા પાસે રેલવે ફાટક આવેલ છે. અહી દરરોજ 15 થી 20 જેટલી માલગાડી પસાર થાય છે. તે દરમિયાન ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે લોકોને વારંવાર ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે અહી અંડરબ્રિજનુ નિર્માણ કરવા લોક માંગણી ઉઠી હતી.મહુવા નાકા પાસે આવેલ રેલવે ફાટક પરથી દિવસમાં પીવાપાવ પોર્ટ તરફથી માલગાડી દોડતી રહે છે. અહી ટ્રેનના સમય કરતા સાત મિનીટ પહેલા ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગે છે.
વાહન ચાલકોને 10 મિનીટથી વધારે સમય ટ્રેન પસાર થવાની રાહ જોવી પડે છે. અહીના ફાટક પરથી દરરોજની 15 થી 20 ટ્રેન પસાર થાય છે. વારંવાર થતા ફાટક બંધના કારણે વાહનો અટવાઈ પડે છે. 108 જેવા ઈમરજન્સી વાહનો પણ બંધ ફાટકમાં ફસાઈ રહે છે. ઉપરાંત સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ રેલવે ફાટકની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે મહુવા રોડ પર રેલવે ફાટક પર અંડરબ્રિજ બનાવવા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ રેલવે મંત્રીને રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.