માંગ:ધારગણીથી કેરાળા અને ગરમલીથી ખાંભા સુધીનો રોડ બનાવવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજુઆત છતા તંત્ર દ્વારા કાેઇ કાર્યવાહી નહીં : પોતાના ખેતરમાં જઇ શકાતું નથી

ચલાલા નજીક આવેલ ધારગણીથી કમી કેરાળા અને માેટી ગરમલીથી ખાંભા માર્ગ બનાવવા માટે અનેક વખત રજુઆત કરવામા આવી હાેવા છતા હજુ સુધી તંત્ર દ્વારા કાેઇ કાર્યવાહી કરવામા ન આવતા આ વિસ્તારના લાેકાેને પારાવાર મુશ્કેલીનાે સામનાે કરવાે પડી રહ્યાે છે.

ઇંગાેરાળા ડુંગરીના ઉપસરપંચ ગટુભાઇ વાળાએ જણાવ્યું હતુ કે ધારગણીથી કમી કેરાળા અને માેટી ગરમલીથી નાના સમઢીયાળા વાયા ઇંગાેરાળાનાે માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા છે. અગાઉ ધારાસભ્યને આ પ્રશ્ને રજુઆત પણ કરવામા આવી હતી. જાે કે આજદિન સુધી બંને માર્ગ બન્યાં નથી. જેના કારણે આસપાસના વિસ્તારમા વાડી ખેતરાે ધરાવતા ખેડૂતાેને હાડમારી વેઠવી પડી રહી છે.

ખાસ કરીને ચાેમાસા દરમિયાન ખેડૂતાેને મુશ્કેલી પડે છે. અહી વરસાદ પડે ત્યારે કેટલાય દિવસાે સુધી વાડી ખેતરાેમા જઇ શકાતુ નથી. જેના કારણે અનેક જમીનાે પડતર રહે છે. ત્યારે તંત્ર દ્વારા પ્રથમ એક માર્ગ તેમજ બાદમા બીજાે માર્ગ બનાવવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...