તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:નાગેશ્રીમાં આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ બનાવવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા બાંધકામ સમિતીના ચેરમેનને રજુઆત

જાફરાબાદ તાલુકાના નાગેશ્રીમા આવેલ પ્રાથમિક આરાેગ્ય કેન્દ્રનુ બિલ્ડીંગ જર્જરિત બની ગયુ હતુ. અને વાવાઝાેડા બાદ આ બિલ્ડીંગ સંપુર્ણ પડી ગયુ છે. હાલ આરાેગ્ય કેન્દ્ર અહીની સમાજ વાડીમા ફેરવ્યું છે. જાે કે અહી આસપાસના અનેક લાેકેા સારવાર લેવા માટે આવતા હાેય અગવડતા પડી રહી છે. આ પ્રશ્ને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા બાંધકામ સમિતીના ચેરમેનને રજુઆત કરવામા આવી છે.જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઇ ભીલ દ્વારા બાંધકામ સમિતીના ચેરમેન પુનાભાઇ ગજેરાને કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે નાગેશ્રીમા પ્રાથમિક આરાેગ્ય કેન્દ્રનુ બિલ્ડીંગ વાવાઝાેડામા સંપુર્ણ પડી ગયુ છે.

જેને પગલે હાલ આરાેગ્ય કેન્દ્ર સમાજવાડીમા ફેરવાયુ છે. અહી આસપાસના 18થી વધુ ગામાેના લાેકાે સારવાર લેવા માટે આવતા હાેય છે.હાલ બિલ્ડીંગના અભાવે આરાેગ્ય કેન્દ્રના કર્મચારીઓને પણ ઘણી અગવડતા વેઠવી પડી રહી છે. ત્યારે તાકિદે પ્રાથમિક આરાેગ્ય કેન્દ્રનુ બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરવામા આવે તેવી રજુઆત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...