આંદોલનની ચિમકી:બાબરામાં 2 વર્ષથી મંજુર થયેલા રસ્તાની કામગીરી શરૂ કરવા માંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 દિવસમાં માંગ સ્વિકારવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતાએ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી રસ્તાની કામગીરી મંજુર થઈ છે. પરંતુ તંત્રએ અહી રસ્તાની કામગીરી કરી નથી. ત્યારે આઠ દિવસમાં માર્ગનું કામ શરૂ કરવામાં નહી આવે તો જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ ચિમકી ઉચ્ચારી હતી.

મળતી વિગત મુજબ, અમરેલી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે લાલકા- જસદણ રીસર્ફેશિંગનું કામ છેલ્લા બે વર્ષથી મંજુર થયેલ છે. જે અધુરૂ મુકી દેવામાં આવ્યું છે. તેમજ નવાણીયા મિયા ખિજડીયા નોન પ્લાન રસ્તો જે ખેડૂતોના વિવાદને લીધે બંધ હતો. જે અંગે અધિકારીઓને સાથે રાખી ખેડૂતોને સહમંત કર્યા હતા. પણ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી.

આ કામો અંગે સામાન્ય સભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. પણ તંત્રએ માર્ગની કામગીરી કરી નથી. અહીના રસ્તાઓની કામગીરી શરૂ કરવા તેમણે માંગણી કરી હતી. ઉપરાંત આઠ દિવસમાં તેમની માંગણી સ્વીકારવામાં નહી આવે તો 23મીએ તેમણે ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...