તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:અમરેલી હેડ પોસ્ટ ઓફિસ સામે બ્લોક બેસાડવા માંગ, શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરાઇ

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા આવેલ હેડ પાેસ્ટ અાેફિસ સામે માર્ગ ઉંચાે છે. જેને પગલે અહી નીચાણવાળાે ભાગ રહેતાે હાેય અહી આવતા વૃધ્ધાે, મહિલાઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ પ્રશ્ને શહેર કાેંગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ અાેફિસરને રજુઆત કરવામા આવી છે.

શહેર કાેંગ્રેસ પ્રમુખ સંદિપ પંડયા દ્વારા ચીફ અાેફિસરને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે શહેરમા આવેલ હેડ પાેસ્ટ અાેફિસ સામે માર્ગ ઉંચાે હાેવાથી પાેસ્ટ અાેફિસના પ્રવેશ દ્વાર નજીક વરસાદી પાણીનાે ભરાવાે થાય છે. તેમજ અહી આવતા વૃધ્ધાે, મહિલાઅાેને પસાર થવામા પણ અગવડતા પડી રહી છે. ત્યારે પાેસ્ટ અાેફિસ નજીક બ્લાેક બેસાડી લેવલ કરવા માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...