રજૂઆત:અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસ માટે શેડ ફાળવવા માંગણી

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામાજીક કાર્યકર્તાની જિલ્લા કલેકટર, સેક્રેટરીને લેખીત રજૂઆત

અમરેલીમાં માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતોને જણસ મુકવા માટે શેડ આપવા માટે સામાજીક કાર્યકર્તાએ જિલ્લા કલેકટર અને સેક્રેટરીને લેખિત રજૂઆત કરી હતી.અહીં એક શેડ ટેકાની મગફળીની ખરીદીમાં રોકાઈ રહ્યો છે.દેવળીયાના સામાજીક કાર્યકર્તા નાથાલાલ સુખડીયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો માટે તૈયાર કરેલા શેડ મોટા ભાગે વેપારી અને ટેકાની ખરીદીના કામે રોકાયેલા રહે છે. અહી પાંચ શેડ આવેલા છે. જેમાં એક શેડ પર ટેકાની ખરીદી અને ત્રણ શેડ પર વેપારીઓના માલસામાન ભરેલ છે. બાકી રહેલા એક શેડમાં ખેડૂતો જણસ મુકી રહ્યા છે.

જે ખીંચો ખીંચ ભરાઈ ગયો છે. જેના કારણે ખેડૂતો ખુલ્લામાં જણસ નાખી રહ્યા છે. ત્યારે ખેડૂતોને વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લામાં જણસ રાખવા મજબુર બન્યા છે. આવા સમયે ખેડૂતોને જણસ રાખવા માટે શેડ ફાળવવા જરૂરી બન્યા છે.હાલમાં જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. પણ ખેડૂતો ભાગ્યે જ સરકારને ટેકાના ભાવે મગફળી વેચી રહ્યા છે. ત્યારે અમરેલી યાર્ડમાં એક આખો શેડ આના માટે રોકાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...