તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:રાજુલાના માંડરડીમાં સ્કાય ફીડરના ખેડૂતોને વીજળી આપવા ઉઠી માંગ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોની PGVCLના ના. ઈજનેરને રજૂઆત: 4 દિ'માં વીજળી નહીં તો આંદોલન

રાજુલા તાલુકાના માંડરડીમાં સૂર્ય શક્તિ કિશાન યોજના હેઠળ સ્કાય ફીડરમાંથી ખેડૂતોને ખેતીવાડીની વિજળી આપવામાં આવે છે. પણ વાવાઝોડાના અઢી માસ બાદ પણ હજુ સુધી આ ફીડરમાં વિજળી મળી નથી. અને એક તરફ વરસાદ ખેંચાયો છે. જેના કારણએ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તાત્કાલીક ધોરણે સ્કાય ફીડરમાં વિજળી આપવા ખેડૂતોએ પીજીવીસીએલના નાયબ ઈજનેરને રજૂઆત કરી હતી. અહી ચાર દિવસમાં વિજળી નહી મળે તો ખેડૂતોએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

માંડરડીના ખેડૂત આગેવાન રમેશભાઈ વસોયાએ પીજીવીસીએલના નાયબ ઈજનેર બારૈયાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે માંડરડી અને આજુ બાજુના ગામડાઓમાં ઓણસાલ કપાસ, મગફળી, ચોયાબીન , ઘાસચારો અને શાકભાજીનું વાવેતર મબલખ પ્રમાણમાં થયું છે. પણ અત્યારે વરસાદ ખેંચાયો છે. અને પાકને પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. આવા સમયે કુવા અને બોરમાં પાણી તો છે. પણ વાવાઝોડા બાદ સ્કાય ફીડરમાં ખેતીવાડીની વિજળી મળી નથી. જેના કારણે ખેડૂતો વાવેતરમાં પિયત પણ કરી શકતા નથી.

અત્યારે 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પાયલોટ પ્રોજેક્ટ અત્યારે ધૂળ ખાઈ રહ્યો છે. પીજીવીસીએલ તાત્કાલીક સૂર્ય શક્તિ કિશાન યોજના હેઠળ ખેડૂતોને વિજળી આપે તેવી રમેશભાઈ વસોયાએ માંગણી કરી હતી. આગામી ચાર દિવસમાં ખેતીવાડીમાં લાઈટ નહી મળે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...