વ્યવસ્થા ખોરવાઇ:કોન્ટ્રાકટ ટલ્લે ચઢતા જિલ્લાભરમાં રાશનનો જથ્થો દુકાન સુધી પહોંચાડવાની કામગીરી ઠપ્પ

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એફસીઆઇના ગાેડાઉનથી અમરેલી જિલ્લાના 10 ગાેડાઉનમાં અનાજ ન પહાેંચ્યું
  • સસ્તા અનાજ ઉપરાંત મધ્યાહન ભાેજન અને આંગણવાડીની વ્યવસ્થા પણ ખાેરવાઇ

પુરવઠા નિગમ દ્વારા આમ તાે છેલ્લા છ માસથી નવા કાેન્ટ્રાકટની પ્રક્રિયા હાથ ધરાઇ નથી. પરંતુ અત્યાર સુધી જુના કાેન્ટ્રાકટને રીન્યુ કરી ગાડુ ગબડાવાતુ હતુ. ઓકટાેબર માસમા આ કાેન્ટ્રાકટ પણ રીન્યુ કરાયાે નથી. જેને પગલે ફુડ કાેર્પાેરેશન ઓફ ઇન્ડિયાના ગાેડાઉનાેમાથી અત્યાર સુધીમા અમરેલી જિલ્લાના 10 ડેપાે સુધી અનાજનાે દાણાે પણ પહાેંચ્યાે નથી.

સામાન્ય રીતે અત્યાર સુધીમા અનાજનાે જથ્થાે પહાેંચી જતાે હાેય છે. માત્ર એફસીઆઇના ગાેડાઉનથી માલ અહી પહાેંચાડવાનાે જ નહી પરંતુ જિલ્લાના આ 10 ગાેડાઉનથી જે તે દુકાનદાર સુધી માલ પહાેંચાડવાનાે કાેન્ટ્રાકટ પણ ટલ્લે ચડયાે છે.જાે આ પ્રશ્ન તાકિદે નહી ઉકેલાય તાે રેશનીંગમાથી તાે લાેકાેને જથ્થાે નહી મળે પરંતુ મધ્યાહન ભાેજન અને આંગણવાડીની યાેજના પણ અટકી પડશે. ઘઉં, ચાેખા, તેલ, દાળ અને અન્ય ચિજવસ્તુઓ હજુ જિલ્લામા આવી જ નથી. આવી સ્થિતી માત્ર અમરેલી જિલ્લાની નથી ગુજરાતભરમા છે.

એક્ષટેન્શન આપી કામ કેમ રાેળવી દેવાયું
સામાન્ય રીતે માલ પરિવહનનાે કાેન્ટ્રાકટ માર્ચમા આપી દેવાય છે પરંતુ આ વખતે માત્ર એક્ષટેન્શન અપાયા છે. અને હવે ઓકટાેબર માસમા તે પ્રક્રિયા પણ અટકી પડી હાેય જિલ્લાના તમામ સસ્તા અનાજના દુકાનદાર અનાજના જથ્થાની રાહ જાેઇને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...