રજુઆત:સુજલામ સુફલામ યોજનામાં સરકાર તરફથી મળી રહેતી રકમમાં વિલંબ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બગસરા તાલુકા સરપંચ એસો.દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

બગસરા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે સુજલામ સુફલામ યોજના દાતાઓના લોકભાગીદારીથી ચાલે છે. તેમા દાતા તરફથી ચુકવવા પાત્ર રકમ સમયસર ચુકવવામા આવે છે પરંતુ સરકાર તરફથી ચુકવાતી રકમમા વિલંબ થઇ રહ્યો છે જેના કારણે કામગીરી ખોરવાઇ જાય છે.રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે આ યોજના દાતાઓના લોકભાગીદારીથી ચાલે છે જેમા દાતા તરફથી દાનની રકમ ચુકવાઇ જાય છે પરંતુ સરકાર તરફથી મળતી રકમમા વિલંબ થાય છે. હજુ ગત વર્ષની રકમ પણ બાકી છે.

કલેકટરના અધ્યક્ષસ્થાને મળતી સમિતીની બેઠકમા બહાલી આપવાની હોય છે પરંતુ છ સાત મહિના બાદ જ બેઠક મળે છે.વધુમા જણાવાયું હતુ કે આ યોજનાની તમામ પ્રકારની વહિવટી પ્રક્રિયાઓ અને દાતાઓને તૈયાર કરવાનુ કામ દરેક ગામના સરપંચો કરતા હોય છે જેના કારણે તમામ ગામોમા સરપંચોને ઘર્ષણ અને આક્ષેપબાજીનો સામનો કરવો પડે છે. જેના કારણે એક વખત દાતા કામગીરી માટે તૈયાર થાય છે પરંતુ બીજી વખત તૈયાર થતા નથી. સુજલામ સુફલામ યોજના જળસંચય માટે તેમજ ખેડૂત ખેતી અને ગામડાના વિકાસ માટે તેમજ પ્રકૃતિની જાળવણી માટેની છે. ત્યારે આ પ્રશ્ને યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેવી માંગણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...