તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:હિંડોરણાથી જુની બારપટોળી વચ્ચે વાહન હડફેટે હરણનું મોત, જંગલી પ્રાણીઓનો રેવન્યુ વિસ્તારમાં પ્રવેશ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલા તાલુકાના હિંડોરણાથી જુની બારપટોળી વચ્ચે માર્ગ પર અજાણ્યા વાહન ચાલકે હરણને હડફેટે લેતા મોત નીપજ્યું હતું. અહીં આ વિસ્તારમાં વારંવાર વન્ય પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં આવી ચડે છે. વન વિભાગ વન્ય પ્રાણીઓની જાળવણીમાં નિષ્ફળ નીવડી રહ્યું છે.

હિંડોરણા - જુની બારપટોળી રોડ પર કામ કરી રહેલા મજુરે જણાવ્યું હતું કે અહીંના વિસ્તારમાં અનેક વખત માર્ગો પર હરણ આવી ચડે છે. ત્યારે આજે હિંડોરણા અને જુની બારપટોળી વચ્ચે બપોરના 4 થી 5 વાગ્યાના સમયે એક હરણ રોડ પર આવી ગયું હતું. જેને અજાણ્યો વાહન ચાલક ઠોકરે ચડાવી નાસી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા હરણનું મોત નીપજ્યું હતું. હિંડોરણા માર્ગ પર જંગલી પ્રાણીઓ અવાર નવાર જંગલ છોડી લટાર મારવા નીકળી પડે છે. પણ વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીઓને રેવન્યુ વિસ્તારમાંથી જંગલ તરફ ખસેડવાની કોઈ જ પ્રકારની કામગીરી હાથ ધરાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો