તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દામનગરમાં જળ સંગ્રહ માટે કુંભનાથ તળાવને ઉંડુ ઉતારો

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાજીક અગ્રણીની પ્રદેશ ભાજપ અધ્યક્ષને રજુઆત
 • મહુવા-સુરત સુપરફાસ્ટ ટ્રેનને દામનગર સ્ટોપ આપો

દામનગરમાં જળ સંગ્રહ માટે કુંભનાથ મહાદેવ તળાવને ઉંડુ ઉતારવા સહિતની વિવિધ સુવિધા પૂરી પાડવા માટે સામાજિક અગ્રણીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને રજુઆત કરી હતી. તેમજ મહુવા - સુરત સુપરફાસ્ટ ટ્રેનને દામનગરમાં સ્ટોપ આપવા માંગણી કરી હતી.દામનગરના વતની અને દુબઈ સ્થાયી થયેલા ભરતભાઈ નારોલાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને રજુઆત કરતા જણાવ્યું હતું કે દામનગર શહેર હીરા ઉદ્યોગ ધમધમે છે.

દામનગર પંથકના રત્નકલાકારો અને માલિકો સુરત સાથે કામ ધંધામાં સંકડાયેલા છે. પણ સુરત - મહુવા ટ્રેનનો દામનગર રેલવે સ્ટેશન પર સ્ટોપ નથી. જેના કારણે રત્નકલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરત મહુવા ટ્રેનને દામનગર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી છે. તેમજ શહેરમાં કુંભનાથ મહાદેવ તળાવ પણ આવેલ છે. જેમાં ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ થાય તે માટે તળાવ ઉંડુ ઉતારવુ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો