દીપડાના દ્રશ્યો CCTVમાં કેદ:સાવરકુંડલાના નાના ભમોદ્રા રોડ ઉપર શિકારની શોધમાં દીપડાના આટાંફેરા, મધરાત હોવાથી દુર્ઘટના ટળી

અમરેલીએક મહિનો પહેલા
  • સાજીયાવદર ગામમા 2 દિવસ પહેલા 3 દીપડા વનવિભાગ દ્વારા પાંજરે પૂર્યા હતા

અમરેલી જિલ્લામાં ગીર બાદ હવે રેવન્યુ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ અને સંખ્યા વધી રહી હોવાનુ સામે આવી રહ્યું છે. અહીં વર્ષોથી સિંહોની સંખ્યા રેવન્યુ વિસ્તારમાં ખૂબ વધારે છે. ત્યારે હવે વન્યપ્રાણીમા ચાલાક પ્રાણી દીપડાની સંખ્યા વધતી રહીં છે. દીપડાઓ સતત જંગલ બાદ ગામડા અને શહેરી રહેણાંક વિસ્તાર સુધી આવી રહ્યા છે. આજે સાવરકુંડલા શહેરી વિસ્તાર નાના ભમોદ્રા રોડ ઉપર રહેણાંક વિસ્તારના સીસીટીવી કેમેરાના ભય જનક દ્રશ્યો સામે આવ્યા છે. અહીં રહેણાંક વિસ્તારમાં દીપડો શિકારની શોધમાં દોડધામ કરી રહ્યો છે. જોકે, રાત્રીનો સમય હોવાથી સદનસીબે રાહદારી નહી નીકળતા કોઈ ઘટના બની નથી.

2 દિવસ પહેલા અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમા દીપડાએ ગ્રામજનો અને વનવિભાગને દોડાવ્યા હતા. અહીં એક પછી એક તેવી રીતે કુલ 3 દીપડા વનવિભાગે પાંજરે પુરી દીધા હતા. ગામમાં 10 દિવસ સુધી હાહાકાર મચાવી દીધો હતો અને વનવિભાગને હાથ તાળી આપી દીપડો નાસી છુટ્યો હતો. ત્યારે ફરી સાવરકુંડલા પંથકમાં દીપડાની અવર જવર વધી છે.

10 દિવસ પહેલા સાવરકુંડલાના મહુવા રોડ ઉપર એક દીવાલ ઉપર દીપડો ધોળા દિવસે ઉભો હતો અને આંટાફેરા કરતા મોબાઈલમાં પણ કેદ થયો હતો આમ સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની અવર જવર વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...