દીપડાનો આતંક:ધારી ગીરની સરસીયા રેન્જના લાખાપાદર વાડી વિસ્તારમાં 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકીને ઇજા થતાં ચલાલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત શરૂ કરી

અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દીપડા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આવી લોકો પર હુમલો કરવાની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. ધારી ગીર પુર ડીવીઝન વિસ્તારમાં સરસીયા રેન્જ બીટ ચલાલા ગામ લાખાપાદર નજીક ખેડૂત કિશોરભાઈ કુંભાણીની વાડીમાં રાત્રે 3 વાગ્યા આસપાસ દીપડો ઘુસી આવ્યો હતો. દીપડાએ એક 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. જોકે, પરિવાર ઉઠી જતા દીપડાને ભગાડી બાળકીનો જીવ બચાવ્યો હતો. દીપડાના આ હુમલાને લઈ બાળકીને ઇજા થતાં ચલાલા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે દીપડાએ કરેલા હુમલાને લઈ આસપાસના ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

વનવિભાગ દ્વારા પાંજરા મુકવાની કાર્યવાહી શરૂ કરાઇ

દીપડાના હુમલાની ઘટનાને લઈ વનવિભાગ વાડી વિસ્તારમાં દોડી ગયું હતું અને દીપડાનું લોકેશન મેળવવા માટે વનકર્મીઓ કામે લાગ્યાં હતા. દીપડો ક્યાં વિસ્તારમાં ગયો તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત 3 થી વધુ પાંજરા મુકી દીપડાને પાંજરે પૂરવા માટે DCFદ્વારા સૂચના આપવામાં આવી છે.

અગાવ ધારી પંથકમાં દીપડાએ મચાવ્યો હતો આતંક

ધારી ગીર પૂર્વ ચલાલા વિસ્તારમાં અગાવ પણ દીપડાએ 4 થી 5 વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો. જોકે, થોડા દિવસમાં વનવિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પુરી દીધો હતો પરંતુ અહી દીપડાનો વસવાટ કેટલાય વર્ષોથી છે હવે સંખ્યા વધી રહી છે જેના કારણે રેવન્યુ વિસ્તારના ખેત મજૂરોમાં ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...