તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડાનો આતંક:અમરેલીની દલખાણીયા રેન્જના મુંજાણીયા ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ફરી દીપડા નો આતંક શરૂ થયો છે ધારી પૂર્વ ડીવીજન જંગલ વિસ્તાર ની દલખાણીયા રેન્જમાં આવેલ મુંજાણીયા ગામ નજીક ખેતી કામ કરતી મહિલા કંચનબેન ગોબરભાઇ સાવલિયા ઉંમર 45 તેમના પતિ સાથે ખેતી કામ કારતી હતી તેવા સમયે પાછળ થી આવી દીપડા એ હાથ ઉપર હુમલો કરતા તેમના પતિ એ રાડ રાડ કરતા દીપડો ડરના કારણે સામાન્ય ઇજા કરી ભાગ્યો હતો. ત્યારબાદ મહિલા ને પ્રાથમિક સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેમના હાથે સામાન્ય ઇજા હોવાને કારણે ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને રજા અપાય હતી

મહિલા પર હુમલો કરાયાના સમાચાર વનવિભાગને મલતા વનવિભાગની ટિમ પણ દોડી આવી હતી મહિલા સાથે અને તેમના પરિવાર પાસેથી માહિતી મેળવી દીપડો કેવી રીતે ક્યાંથી આવ્યો હતો અને ઘટના કેવી કેવી રીતે બની ત્યાર બાદ વનવિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે દીપડા ને પાંજરે પુરવા માટે પણ વનવિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...