લાેકાર્પણ:વાેટરશેડ યાેજના અંતર્ગત 17 લાખના વિકાસ કામાેનંુ લાેકાર્પણ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોટા ઝીંઝુડામાં વાેટરશેડ અાેફિસનંુ ઉદ્દઘાટન : પશુ કેમ્પ યાેજાયાે

સાવરકુંડલા તાલુકાના માેટા ઝીંઝુડા ગામ ખાતે વાેટરશેડ યાેજના અંતર્ગત રૂપિયા 17 લાખના ખર્ચે વિવિધ વિકાસના કામાેનુ સાંસદના હસ્તે લાેકાર્પણ કરાયુ હતુ.સાંસદ અાદર્શ ગામ માેટા ઝીંઝુડા ખાતે સાંસદ નારણભાઇ કાછડીયાના હસ્તે વાેટરશેડ યાેજના અંતર્ગત 17 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામાેના લાેકાર્પણ કરાયા હતા. અહી બે કાેઝવે, અવેડાે, પ્રાેટેકશન વાેલ, પાણીની પાઇપ લાઇન સહિતના કામાે તેમજ વાેટરશેડ અાેફિસનુ ઉદ્દઘાટન કરાયુ હતુ. અહી પશુ કેમ્પનુ પણ અાયાેજન કરાયુ હતુ.અા પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, જયસુખભાઇ સાવલીયા, પુનાલાલ ગજેરા, દિપકભાઇ માલાણી, મનજીબાપા તળાવીયા, કિશાેરભાઇ બુહા, અતુલભાઇ રાદડીયા, હરેશભાઇ ભુવા, રાહુલભાઇ રાદડીયા, જગદીશભાઇ નિમાવત, મુકેશભાઇ, મગનભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...