અમરેલીના કાબરીયા પરિવારની એકની એક દિકરીનું આકસ્મિક અવસાન થયું હતું. પરિવારે દિકરીની યાદમાં અમરેલીના કૈલાસ મુક્તિધામ ખાતે રિધ્ધિ દ્વાર બનાવ્યો હતો. જેનું સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમરેલીના સ્વ બાબુભાઈ ભગવાનભાઈ કાબરીયા પરિવારના ધીરૂભાઈ અને તેમના ધર્મપત્નિ ઉષાબેનની એકની એક દિકરી રિધ્ધિનું 26-10-19ના રોજ આકસ્મિક અવસાન થયું હતું. તેની સ્મૃતિમાં અમરેલીના કેરીયારોડ બાયપાસ પાસે આવેલા કૈલાસ મુક્તિધામ ખાતે રિધ્ધિ દ્વાર તૈયાર કરવામાં આવ્યો હતો. જેનું શ્રાવણ માસના પ્રથમ સોમવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંત સાધુચરિત સ્વામી, નિર્વિધજીવન સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઈન્દુબેન, રમેશભાઈ કાબરીયા, સંદીપભાઈ કાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, તુષારભાઈ જોષી, મનિષભાઈ સંઘાણી, વસંતભાઈ મોવલીયા, ભૂપતભાઈ ભૂવા, પાલિકા પ્રમુખ મનિષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા અને સુરેશભાઈ શેખવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.