નિરાધાર વૃદ્ધોને મળશે આધાર:સાવરકુંડલાના શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા નિર્મિત 'ગિરધર ધર'નું મોરારિબાપુના હસ્તે લોકાર્પણ

અમરેલીએક મહિનો પહેલા
  • વડીલો માટે નિઃશુલ્ક રહેઠાણ સહિત તમામ સુવિધાઓ આપવામાં આવશે

અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા પ્રસિધ્ધ પ્રાચીન ગિરધરઘર બનાવ્યું છે. જીવન સંધ્યા માટે શાંત સલામત સુવિધાપૂર્ણ અને સારવારયુક્ત આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી પહેલ કરી છે. વડીલો પ્રત્યેની સેવા નિષ્ઠાની કથાકાર મોરારીબાપુના હસ્તે આજે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટ્રસ્ટી પ્રમુખ હરેશ મહેતા ઉપપ્રમુખ અમિત મગિયા સહિત ટ્રસ્ટી ટીમ પણ ઉપસ્થિત રહી અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય પ્રતાપ દુધાત,પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસીયા સહિત શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ વેપારીઓ વિવિધ સંસ્થાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આ 'ગિરધરઘર'ના વિદેશના કેટલાક દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમનું મોરારિબાપુના હસ્તે સન્માન કરાયુ હતું અને બાપુ દ્વારા આવકારી તેમની પ્રશંશા કરાય હતી.

આ સંસ્થાના સેક્રેટરી દિવ્યેશભાઈ સૂચકે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોર હાલ તૈયાર થયું છે. અહીં 15 રૂમ તૈયાર કરાયા છે જેમાં30 વૃદ્ધને અમે રાખીશું અને આવતા 2 મહિના પછી રાખી શકશું ઉપરનો માળ પણ તૈયાર થઈ જશે જેથી વૃદ્ધ લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને નિઃશુલ્ક છે બધી સગવડ પુરી પાડીશુ. આ વિચાર એટલે આવ્યો ઘણા લોકો વિદેશ ચાલ્યા ગયા છે, જેમના મા બાપ અહીંયા હોય આવું બધું જોયું છે જેથી આ નિઃશુલ્ક શરૂ કર્યું છે અમે હોસ્પિટલ ગૌશાળા પણ ચલાવયે છીએ.

અન્ય સમાચારો પણ છે...