સુવિધા:આજે નારણગઢમાં પાટીલના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપના કાર્યકરોનું સ્નેહમિલન

દામનગરના નારણગઢ નજીક અાવતીકાલે રવિવારે પ્રદેશ ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમા ભાજપના કાર્યકર્તાઅાેનુ સ્નેહમિલન યાેજાશે. અા નિમીતે અહી અેમ્બ્યુલન્સનુ લાેકાર્પણ પણ કરાશે. અા સ્નેહમિલન દામનગર ઢસા રાેડ પર મુરલીધર કાેટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે અાવતીકાલે સાંજે યાેજાશે જેમા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.અાર.પાટીલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરૂષાેતમભાઇ રૂપાલા, પ્રભારી મંત્રી અાર.સી.મકવાણા, રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ખાસ હાજરી અાપશે.

દર વર્ષે નુતન વર્ષના અારંભે જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલનનુ અાયાેજન કરાય છે.દરમિયાન અાવતીકાલે જુનાગઢના શેરનાથબાપુ, ચાંપરડાના મુકતાનંદબાપુ, સારંગપુરના હરીપ્રકાશદાસજી સ્વામી, પાળીયાદના ભયલુબાપુ વિગેરેની ઉપસ્થિતિમા સ્વ.પુનાભાઇ લવજીભાઇ તળાવીયાના સ્મરણાર્થે અેમ્બ્યુલન્સનુ લાેકાર્પણ કરાશે.બાદમા અહી માયાભાઇ અાહિર અને મયુરભાઇ દવેના લાેકડાયરાનુ પણ અાયાેજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...