તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Dedication Of 6 Bipap Machines In Medical College, Collector Hails Institutions For 1000 Oxygen Cylinders In Amreli Medical College

કાર્યક્રમ:મેડિકલ કોલેજમાં 6 બાયપેપ મશીનનું લોકાર્પણ, અમરેલી મેડીકલ કોલેજમાં 1000 ઓક્સિજન સિલિન્ડર માટે કલેક્ટરે સંસ્થાઓને હાંકલ કરી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરેલી સિવિલમાં 6 બાય પેપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું - Divya Bhaskar
અમરેલી સિવિલમાં 6 બાય પેપ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું

જિલ્લામાં કોરોનાની સંભવીત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે વહિવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાનાના અધ્યક્ષ સ્થાને શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે છ બાય પેપ મશીનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અમરેલીમાં કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં અમરિકા ખાતે વસવાટ કરતા વતનપ્રેમીએ છ બાય પેપ મશીન અર્પણ કર્યા હતા. ત્યારે અમરેલી મેડિકલ કોલેજ ખાતે સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ, કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ અને સાજીયાવદરના સંયુક્ત ઉપક્રમે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ કોરોનાની ત્રીજી લહેર સામે અમરેલી જિલ્લાનો બચાવ કરવા માટે 1000 ઓક્સિજન સિલિન્ડરની આગોતરી વ્યવસ્થા માટે સેવાભાવી ઉદ્યોગ ગૃહો અને વિવિધ સામાજિક સંસ્થાઓને આગળ આવવા અપીલ કરી હતી.શાંતાબા કોલેજના મેનેજિંગ ડિરેક્ટર પીન્ટુભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટી એમ.કે. સાવલીયાએ ચીરાગભાઈ ગજેરા સહિતના આગેવાનોનું સન્માન કર્યું હતું. આ તકે પ્રાંત અધિકારી સી.કે. ઉંધાડ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, ડો. હિમ પરીખ, ડો. શોભના મહેતા, ડો. રવિ પરમાર, જીતુભાઈ ડેર અને જીતુભાઈ ગોળવાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...