સ્ટાફની અછત:જાફરાબાદની ફિશરીઝ કચેરીમાં 20 કર્મીઓની ઘટ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીમારોના કામ થતા ન હોય પુરતા સ્ટાફની ફાળવણી કરો: માછીમારો

દરિયાકાંઠા વિસ્તારમાં ધમધમતું બંદર જાફરાબાદમાં ફિશરીઝ કચેરીમાં 23 કર્મચારીના મહેકમની સામે માત્ર ત્રણ કર્મચારીઓ જ છે. અહી 20 કર્મચારીઓના સ્ટાફની ઘટ છે. જેના કારણે માછીમારોના કામ સમયસર થતા નથી. ત્યારે જાફરાબાદ ફિશરીઝ કચેરીમાં પુરતા સ્ટાફની નિમણૂંક કરવા માછીમારોમાં માંગણી ઉઠી હતી.જાફરાબાદ ફિશરીઝ ઓફિસ નીચે સૈયદ રાજપરા, નવાબંદર, જાફરાબાદ બંદરનો વહિવટ થઈ રહ્યો છે. આ બંદરોમાંથી 700 થી 800 બોટ છે.

આ બંદરો પર નાના- મોટા મળી કુલ 25 હજાર માછીમારો કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા માછીમારો માટે અનેક યોજના કાર્યરત છે. પણ ફિશરીઝ ઓફિસમાં સ્ટાફના અભાવે કામગીરી ટલ્લે ચડી રહી છે. આ ફિશરીઝ ઓફિસમાં કુલ 23 કર્મચારીઓનું મહેકમ છે. પરંતુ અત્યારે આ કચેરીમાં માત્ર 3 કર્મચારીઓના ભરોસે ચાલી રહી છે.

ફિશરીઝ કચેરીમાં મત્સ્યોદ્યોગ નિયામક અઠવાડીયામાં એક જ દિવસ હાજર રહે છે. તે પણ ચાર્જમાં છે. જેના કારણે માછીમારોને વિવિધ કામગીરી માટે ધક્કા ખાવા પડે છે. અને માછીમારોને અનેક અગવડોનો સામનો કરવો પડે છે. ત્યારે જાફરાબાદની ફિશરીઝ ઓફિસમાં પુરતા સ્ટાફની નિમણૂંક અને મત્સ્યોદ્યોગ નિયામકને કાયમી કરવા માછીમારોની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...